સ્વતંત્રતા પર્વ યુવા સંમેલન….

 

વિજયભાઇ રૂપાણીએ અનહદ આનંદની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે ૩૭૦ની કલમ અને ૩૫/એ ની નાબૂદીથી હવે સાચા અર્થમાં ભારતનો ભાગ બનેલા કાશ્મીર સાથે સમગ્ર દેશ ૭૩મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.

આદિવાસી યુવાનો ભારતીય સેનાને લાયક બને અને મોટી સંખ્યામાં સેનામાં જોડાય એની સરળતા કરી આપવા માટે રાજયના આદિવાસી ક્ષેત્રોમાં સૈનિક સ્કુલો બનાવવામાં આવશે.

તેમણે જણાવ્યું કે રાજયના આદિવાસી જિલ્લાઓમાં મેડીકલ કોલેજો બનાવવાના નિર્ણયનો સરકાર સુપેરે અમલ કરી રહી છે અને બનાસકાંઠા, દાહોદ, તાપી, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં મેડીકલ કોલેજીસની સ્થાપના કરવામાં આવી છે.

રાજય સરકારે આદિવાસી સમુદાયને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણનો લાભ મળે એના સમુચિત પ્રબંધો કર્યા છે જેના કારણે હવે તબીબો, ઇજનેરો જેવા તમામ ક્ષેત્રોમાં આદિવાસી અનામત બેઠકો ખાલી રહેતી નથી.

 

આ પ્રસંગે જેના તિરંદાજોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ૫૫ જેટલા ચંદ્રકો જીત્યા છે એવી નસવાડીની એકલવ્ય તિરંદાજી અકાદમીને રમતના આધુનિક સાધનો વસાવવા માટે રૂા.૧૮ લાખની સહાયતાનો ચેક પ્રદાન કર્યો હતો.

વિવિધ રમતોમાં મેડલ્સ વિજેતા રમતવીરો, શ્રેષ્ઠ સખીમંડળો, ૧૦૮, ખિલ- ખિલાટ સહિતની સેવાઓના કર્મયોગીઓ તેમજ તાજેતરની અતિવૃષ્ટિ અને પૂર પ્રસંગે રાહત બચાવો અને રાહતની કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]