મહેસાણામાં અકલ્પનીય વોટરપાર્ક

મહેસાણાઃ આ છે ગુજરાતના મહેસાણામાં આવેલું બ્લીસ એક્વા વર્લ્ડ. બ્લીસ એક્વા વર્લ્ડ એક એવી જગ્યા છે કે જેની આપણે કદાચ કલ્પના પણ ન કરી હોય. અહીંયા અલગ અલગ પ્રકારની થીમ પર ઘણી રાઈડ્સ બનાવવામાં આવેલી છે. અને આ વોટર પાર્ક ભારતના મોટા ગજાના વોટર પાર્કો પૈકીનું એક છે. અહીંયા લાર્જેસ્ટ વેવ પુલ, લોન્ગેસ્ટ ક્રેઝી રીવર, બાળકો માટે રમવાની વિશેષ જગ્યા, તો દેશમાં પહેલીવાર વેઈટ બબલ, અને સાથે જ ફાઈવ સ્ટાર હોટલ જેવું રેસ્ટોરન્ટ વગેરે સહિતના આકર્ષણો અહીંયા ઉપ્લબ્ધ છે.