પાણી નહીં તો વોટ નહીં

0
1300

અમદાવાદઃ ખોખરા સર્કલ પર આવેલી બંધ પડેલી રોહિત મિલની જગ્યામાં બનાવાયેલા અમરાઈવાડી વિધાનસભામાં આવતી બેઠકના પરિષ્કાર સકુંલના ૨૨૦૦થી વધુ આવાસોના પોશ ગણાતા સાધન સંપન્ન પરિવારના ફલેટોના રહીશો એ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે વષોઁ બાદ પણ તે પુરી ન કરાતા અંતે જાહેર માગઁ પર તેમ જ તમામ ફલેટોની સ્કીમના ગેટ પર સામૂહિક રીતે ૨૨ થી વધુ જગ્યાઓ પર પ્રચંડ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી કોઈપણ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે પરિષ્કાર સકુંલમાં પ્રવેશ કરવો નહીં તેવા બોડઁ લગાવી દેતાં ચારે તરફ ચકચાર વ્યાપી છે.