કોબા (ગાંધીનગર)માં શહીદનાં પરિવારનું સમ્માન…

ગુજરાતના પાટનગર ગાંધીનગરના કોબા ગામ ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભારત માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદ વીર સૈનિકના પરિવારનું સમ્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના ભીખુભાઇ, તથા રોકસ્ટાર અરવિંદ વેગડા, મયુર વાકાણી અને ધારાસભ્ય શંભુજી ઠાકોર, કોબા ગામનાં સરપંચ યોગેશ નાયી, સમગ્ર ગ્રામજનો તેમજ કોબાવાલા સ્કુલનાં શિક્ષકગણ, તેમજ આસપાસનાં 15થી વધુ ગામોનાં બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કોબાવાલા સ્કૂલનાં બાળકોએ સ્વેચ્છાએ ફાળો ઉઘરવીને એકત્રિત કર્યો હતો. સાથે ગામનાં રહીશો દ્વારા પણ યોગદાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે યોગેશભાઈ નાયીને પૂછતાં તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલાં ગામમાં ડાયરો યોજવામાં આવ્યો હતો, ત્યારે મને વિચાર આવ્યો કે, આ રીતે મનોરંજન પાછળ પૈસા અને સમય વેડફવો તેનાં કરતાં કંઈક એવું મારે કરવું છે, કે સમાજમાં ઉદાહરણ બની શકે. માટે આવાં ઉમદા વિચારને મેં કોબા ખાતે શહીદના પરિવારને આર્થિક યોગદાન કરવાનો નિર્ણય કર્યો. રોકસ્ટાર અરવિંદભાઈ વેગડાએ પણ આ પ્રસંગે બહું જ ટૂંક સમયમાં કોબા ખાતે ડાયરો કરી અને તમામ રકમને આવા ઉમદા કાર્યમાં વાપરવાની અને તેમાંથી પોતે કોઈ પણ ચાર્જ નહીં લેવાની જાહેરાત પણ કરી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]