હોન્ડાએ ભારતમાં લોન્ચ કરી નવી CR-V એસયૂવી…

જાપાનની અગ્રગણ્ય કાર ઉત્પાદક હોન્ડા કંપનીએ ભારતમાં તેની નવીનક્કોર, ફિફ્થ જનરેશનની લક્ઝરિયસ CR-V એસયુવી કાર લોન્ચ કરી છે. નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં હોન્ડા કાર્સ ઈન્ડિયાના પ્રેસિડન્ટ અને સીઈઓ ગાકુ નાકાનીશી, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને ડાયરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રાજેશ ગોયલ તથા અન્ય એક્ઝિક્યૂટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી CR-Vમાં ઓલ-વ્હીલ ડ્રાઈવ, પેનારોમિક સનરૂફ, LED ડીઆરએલ, હેડલેમ્પ્સ, LED ટેલ લેમ્પ્સ છે. આ કારમાં ડ્રાઈવર અટેન્શન મોનિટર છે. તે ઉપરાંત 7-ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ટોર્ક ડિસ્ટ્રીબ્યુશન ડિસ્પ્લે, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કન્ટ્રોલ જેવા ફીચર્સ છે. પેટ્રોલ વર્ઝનની કારની કિંમત રૂ. 28.18 લાખ છે જ્યારે ડિઝલ વેરિઅન્ટની કિંમત રૂ. 30.65 લાખ છે.