દિલ્હીમાં યમુના નદીની દુખદ હાલત…

આ કંઈ બરફાચ્છાદિત કશ્મીરનું દ્રશ્ય નથી. આ તો નવી દિલ્હીમાં યમુના નદીનું દ્રશ્ય છે. 3 નવેંબર, રવિવારે છઠ પૂજા ઉત્સવ દરમિયાન દિલ્હીમાં કાલંદી કુંજના ઘાટ પર હિન્દુ મહિલાઓ યમુના નદીમાં રાસાયણિક ફીણના ઢગલા વચ્ચે પૂજા કરી રહી છે એની આ તસવીરો છે. ભયાનક ઔદ્યોગિક પ્રદૂષણને કારણે પવિત્ર યમુના નદીમાં કેમિકલ્સ ઠાલવવાને કારણે સફેદ ફીણની ચાદર સર્જાતાં નદીની આ બુરી હાલત થઈ ગઈ છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]