હિમાચલ પ્રદેશ: સીએમના શપથ સમારોહમાં પીએમ મોદી

હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સરકાર બનાવી લીધી છે. પાર્ટીના નેતા જયરામ ઠાકુરે મુખ્યપ્રધાન પદનાં શપથ ગ્રહણ કર્યાં હતાં. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતાં.