વાપી, ઉમરગામ, વલસાડમાં વરસાદે વરસાવ્યો કાળો કેર…

0
9328
દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, પારડી, ઉમરગામ સહિતના વિસ્તારોમાં 6 જુલાઈ, શનિવાર મધરાતથી 7 જુલાઈ રવિવારે પણ ચાલુ રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પારડી અને ઉમરગામના રસ્તાઓ પર કમરસમા પાણી ભરાયા છે. અનેક રહેણાક સોસાયટીઓ અને ગ્રાઉન્ડ ફ્લોરના ઘરોમાં વરસાદનાં પાણી ઘૂસી ગયા છે.