મુંબઈના અંધેરીમાં ફેરિયાઓનો મોરચો…

‘અત્યારે અમે જ્યાં બેસીને ધંધો કરીએ છીએ ત્યાં જ ધંધો કરવાની મંજૂરી આપો’ એવી માગણી સાથે અંધેરી તથા આસપાસના વિસ્તારના સેંકડો ફેરિયાઓએ 26 નવેમ્બર, સોમવારે સવારે અંધેરી સ્ટેશન (પશ્ચિમ)થી મોરચો કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનના બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનાના પગલે રેલવે સ્ટેશન પરિસરના દોઢસો ફૂટની આસપાસ ફેરિયાઓના બેસવા પર મુંબઈ નગરપાલિકાએ મનાઈ ફરમાવી દીધી છે. (તસવીરોઃ કેતન મિસ્ત્રી)