હેપ્પી બર્થ ડે ગાંધીનગર

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરનો આજે 54મો સ્થાપના દિવસ છે. અત્યારે જે જગ્યાએ ગાંધીનગરની જી.ઈ.બીની કોલોનીના ગેસ્ટ હાઉસનું બિલ્ડીંગ છે ત્યાં જ ગાંધીનગરના નિર્માણની પ્રથમ ઈંટ મુકાઈ હતી. ત્યાં ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરાય છે. ત્યારે ગાંધીનગર સ્થાપના દિવસ નિમિત્તે આજે જિલ્લાના પ્રભારી પ્રધાન પરબતભાઈ પટેલે ગાંધીનગરના આદિ મકાન પર કે જ્યાં તક્તિ મુકવામાં આવી છે ત્યાં દીપ પ્રાગટ્ય કરીને ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગરના મેયર પ્રવીણભાઈ પટેલ, કલેક્ટર એસ.કે.સાંગા, વસાહત મંડળના પ્રમુખ અરૂણભાઈ બૂચ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.