ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ ગૌરવ યાત્રા…

અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ વિશ્વકોશ ભવન ખાતે થી 5 જાન્યુઆરી, શનિવાર ની સવારે એક વિશાળ યાત્રા નિકળી. આ યાત્રા હતી….ગુજરાતી ના ગૌરવ ની યાત્રા. ગુજરાતી વિશ્વકોશ ની ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં સાહિત્યકારો, શિક્ષણ સાથે સંકળાયેલા લોકો, વિદ્યાર્થીઓ, NCC cadets જોડાયા. હાથી, ઘોડા, બગી, ગીત- સંગીત ના તાલે નિકળેલી આ યાત્રા માં વિશ્વકોશ સાથે ગુજરાત વિદ્યાસભા, રાષ્ટ્રિય એકતા કેન્દ્ર , ધર્મ જાગૃતિ કેન્દ્ર, માતૃભાષા અભિયાન જેવી અનેક સંસ્થાઓ જોડાઇ હતી.

ગુજરાત વિશ્વકોશ થી નિકળેલી આ યાત્રા ગાંધી આશ્રમ સુધી લઇ જવામાં આવી હતી.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]