મુખ્યપ્રધાન અંબાજીના શરણે

 અંબાજીઃ ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજીનાં દર્શન માટે પોતાના પરિવાર સાથે અંબાજી પહોંચ્યાં હતાં. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગત રાત્રિએ અંબાજીમાં રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે અંબાજી મંદિરે પહોંચતા મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થીત બ્રાહ્મણોનાં વૈદીક મંત્રોચ્ચાર થી મુખ્યપ્રધાન વિજય રૂપાણી નું સ્વાગત કરાયુ હતુ અને ત્યાર બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમનાં ધર્મપત્ની અંજલીબેન તથા પરીવાર માતાજી નાં મંદિર માં મંગળા આરતી માં ભાગ લઇ માતાજીની આરતી નો લ્હાવો લીધો હતો. આરતી પૂર્ણ થયા બાદ વિજય રૂપાણી એ માતાજી ની પુજા અર્ચના કરી કપૂર આરતી ઉતારી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજારી નાં હસ્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને માતાજી ની પ્રતિમા અર્પણ કરાઇ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]