કપ કેકના સૌથી ઉંચા ટાવરનો ગિનીઝ વર્લ્ડ રેકર્ડ

પ્રિથી કીચન એપ્લાયન્સીસ ફૂડ કોન્સ્યુલેટ સાથે 18,818 કપ કેકથી 41.8 ફૂટના ટાવરની રચના કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશી છે. સાઉથ આફ્રિકન સંસ્થાનો 35 ફૂટના ટાવરનો વિક્રમ તોડ્યો છે. વિક્રમ તોડવાની આ ઘટના ચેન્નાઈના ફોરમ વિજયા મૉલમાં બની છે. ફોરમ વિજયા મૉલમાં ટાવર ઉભો કરવાની પ્રક્રિયા અસરકારક અને કાર્યક્ષમ રીતે હાથ ધરાઈ હતી. આ બધા પ્રયાસોને અંતે કપ કેકના ટાવરનું નિર્માણ કરાયું હતું.

આ ટાવર તૈયાર કરવામાં 42 કલાક અને 45 મિનિટ લાગી હતી. આટલુ મોટુ ટાવર બનાવવા માટે પ્રયાસ કરાયો હોવા છતાં મિક્સર ગ્રાઈન્ડરમાં કોઈ અવરોધ નડ્યો ન હતો અને દરેક વખતે મિક્સીંગ માટે સજ્જ રહેતા હતા.