ગ્વાટેમાલામાં જ્વાળામુખી ફાટ્યો, મરણાંક 65…

મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં  જ્વાળામુખી ‘ફ્યૂગો’ ફાટતાં અકતેનાંગો નામના ગામ તથા આસપાસના ગામોમાં હાહાકાર મચી ગયો છે. આ કુદરતી આફતથી થયેલાં મરણનો આંક વધીને 65 થયો છે. નાશ પામેલા ગામડાંઓમાંથી બચાવ કામદારોને વધુ મૃતદેહો મળ્યાં. અનેક ઘરો અને મકાનો પર જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયેલા જોવા મળ્યાં છે. આ આફતમાં 300 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. આ જ્વાળામુખી આ વર્ષમાં બીજી વાર ફાટ્યો છે.

અસરગ્રસ્ત ગામમાં બચાવ કામગીરી

જ્વાળામુખીની રાખથી છવાયેલો રોડ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]