એનડીએ સંસદીય પક્ષના ફરી નેતા બન્યા પીએમ મોદી

0
580
નવી દિલ્હીના સંસદભવનના સેન્ટ્રલ હોલ ખાતે 25 મે, શનિવારે યોજવામાં આવેલી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સંસદીય પક્ષની બેઠકમાં નરેન્દ્ર મોદીને એના વડા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ-એનડીએના નવા ચૂંટાયેલા સંસદસભ્યોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે મંચ પર ભાજપપ્રમુખ અમિત શાહ, એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી જેવા ભાજપના સિનિયર નેતાઓ પણ ઉપસ્થિત હતા.