સિક્કીમના પાકયોંગ એરપોર્ટની તસવીરી ઝલક…

આ છે, સિક્કીમ રાજ્યના પાકયોંગ એરપોર્ટની તસવીરી ઝલક. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 સપ્ટેંબર, સોમવારે આ એરપોર્ટનું ઉદઘાટન કરવાના છે. પોતાનું એરપોર્ટ હોય એવું સિક્કીમવાસીઓનું સપનું આખરે 9 વર્ષે સાકાર થશે. આ એરપોર્ટ શરૂ થવાથી સિક્કીમ રાજ્ય દેશના અન્ય ભાગો સાથે આસાનીથી જોડાઈ શકશે. રાજ્યના લોકોને ફાયદો થશે. આ એરપોર્ટ રાજ્યના પાટનગર ગેંગટોકથી 33 કિલોમીટર દૂર આવેલું છે. એરપોર્ટ દરિયાઈ સપાટીથી 4,500 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. પાકયોંગ ગામથી બે કિલોમીટર ઊંચાઈ પર પહાડની ટોચ પર આ એરપોર્ટ બાંધવામાં આવ્યું છે. તેનું ભૂમિપૂજન 2009માં કરવામાં આવ્યું હતું. એરપોર્ટ રૂ. 605 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે. ભારત-ચીન સરહદ આ એરપોર્ટથી આશરે 60 કિ.મી. દૂર આવેલી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]