અમદાવાદઃ સર્જનહારનું વિસર્જન….

0
523

અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોના ઘર, શેરી, મહોલ્લા, સોસાયટીઓમાં ઉજવાયેલા ગણેશોત્સવ બાદ ગુરુવાર, અનંત ચતુર્દશીએ વિસર્જન કરવામાં આવ્યું.

કેટલીક સોસાયટીના રહિશોએ પોતાના આંગણામાં જ ખાડો કરી ગણેશ વિસર્જન કર્યું હતું.

આ વર્ષે મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ વિરાટકાય મુર્તિઓ લાવવાને બદલે નાની માટીની મૂર્તિઓનું પૂજન કર્યું હતું.

વિશાળ મૂર્તિઓથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિસર્જન કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડતી હતી.

આ વર્ષે રિવરફ્રન્ટ પર કૂંડ તૈયાર કરાયા હતા,તેમાંજ ગણપતિ વિસર્જન કરાયું.

કોઇ ભક્તો નદીમાં ગણેશ વિસર્જન ના કરે એ માટે તેમજ કોઇ અનઇચ્છનિય બનાવ ના બને એની સાવચેતી ના ભાગરુપે પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ તેમજ સિક્યુરિટીના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા હતા.

મોટી ગણેશની મુર્તિઓને ક્રેનથી પાણીમાં વિસર્જિત કરવામાં આવતી હતી, ત્યારબાદ ઢોર પકડવાની ગાડીઓ-ટ્રેકટરમાં ભરી અન્ય ઠેકાણે લઇ જવાની વ્યવસ્થા કરાઇ હતી.

પ્રજ્ઞેશ વ્યાસ