નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ….

નાગરિકોના પ્રશ્નોના સ્થળ પર નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસના ચોથા ગુરૂવારે મુખ્યપ્રધાન દ્વારા સ્વાગત ઓનલાઇન-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. જ્યાં નાગરિકો મુખ્યપ્રધાન સમક્ષ રૂબરૂમાં પ્રશ્નોની રજૂઆત કરે છે અને રજૂ થયેલા પ્રશ્નોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવે છે. ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે નાગરિકોના પ્રશ્નો સાંભળીને સ્થળ પર  નિકાલ કર્યો હતો અને પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી ઉકેલ માટે પણ સંબંધિતોને સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકોના પ્રશ્નોના સ્થળ પર નિકાલ માટે ગુજરાત સરકારે ટેકનોલોજીના માધ્યમ દ્વારા તાલુકા કક્ષા સુધી સ્વાગત ઓનલાઇન-ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કર્યો છે જેની રાષ્ટ્રિય સ્તરે પણ નોંધ લેવાઇ છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]