સાહિત્યકાર ડૉ. ચંદ્રકાન્ત મહેતાના પાંચ પુસ્તકોનું વિમોચન

ગાંધીનગરઃ ગુજરાતી-હિન્દીના સાહિત્યકાર અને કટાર લેખક ડૉ. ચંદ્રકાન્ત મહેતાનાં પાંચ પુસ્તકોના વિમોચનના કાર્યક્રમ રાજભવન ખાતે રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીના હસ્તે યોજાયો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે માણસની માણસાઇ સંવેદનશીલતામાં જ છે. સંવેદનશીલતા એ એવો ગુણ છે જે આપણને આપણાથી બહાર નીકાળીને બીજાનાં મન સાથે જોડે છે.ડૉ. ચંદ્રકાન્ત મહેતાનું વ્યક્તિત્વ પણ સંવેદનશીલ છે. તેનાથી જ તેમનું સાહિત્ય નિખરી રહ્યું છે. રાજ્યપાલ કોહલીએ ઉમેર્યું કે, ડૉ. મહેતાની કલમે કંડારવામાં આવેલા લેખન દ્વારા ગુજરાતી અને હિન્દી ભાષા સમૃદ્ધ બની છે.