અંધેરીમાં લક્ષ્મી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ…

મુંબઈમાં અંધેરી (વેસ્ટ) ઉપનગરમાં ન્યૂ લિન્ક રોડ પર આવેલી લક્ષ્મી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 2 એપ્રિલ, સોમવારે સવારે લગભગ 11.40 વાગ્યાના સુમારે આગ લાગી હતી. આગ એસ્ટેટમાં આવેલા એક ગાર્મેન્ટ શોરૂમમાં લાગી હતી. ફાયર બ્રિગેડને એની જાણ કરાતાં ફાયરમેન ત્રણ ફાયર એન્જિન્સ સાથે તાબડતોબ ત્યાં પહોંચી ગયા હતા ઝડપથી આગને બુઝાવી દીધી હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પણ પહોંચી નથી. માત્ર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટની બહાર થોડોક સમય માટે ટ્રાફિક જામ થયો હતો. લક્ષ્મી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સેંકડો શોરૂમ્સ, ઓફિસો, દુકાનો, સ્ટુડિયો આવેલ છે. (તસવીરોઃ દીપક ધુરી)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]