‘બિઝનેસ ઓફ લક્ઝરી- સ્ટાઈલિંગ’ વિષય પર સેમિનાર

અમદાવાદઃ શહેરમાં દેશ વિદેશની લક્ઝરી બ્રાન્ડની માંગ દિવસેને દિવસે વધી રહી છે, તેમજ વધુને વધુ અમદાવાદીઓ લક્ઝરી બ્રાન્ડ અને સ્ટાઈલ વિષે સભાન બની રહ્યા છે. સમયની માગને ધ્યાનમાં રાખી  ‘યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન’ (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વાર ‘બિઝનેસ  ઓફ  લક્ઝરી અને  ‘સ્ટાઈલિંગ‘ વિષય પર એક ખાસ સેમિનાર નું  આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વક્તા તરીખે  જાણીતી વિદેશી લક્ઝરી બ્રાન્ડના કન્ટ્રીહેડ સુનૈના ક્વાત્રા‘,  તેમજ  આમ્રપાલી જ્વેલ્સ ના સ્થાપક ‘તરંગ  અને અકાશના અરોરા‘ એ લક્ઝરી બ્રાંન્ડના વ્યવસાયના વિવિધ પાસાઓ વિષે ચર્ચા કરી હતી , તેમજ  બ્રાંન્ડ  બિલ્ડિંગ કેવી રીતે કરવું તેના  વિષે માહિતી આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]