અમદાવાદઃ ત્રણ દરવાજા પાસેથી ફેરીયાઓને હટાવાયા

અમદાવાદઃ ભદ્રથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારમાં બેસતા ફેરીયાઓને હટાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે લાલદરવાજામાં આવેલા ભદ્રકાલી માતાના મંદીરથી લઈને ત્રણ દરવાજા સુધી અનેક ફેરીયાઓ બેઠા હોય છે અને તેમના કારણે રસ્તો રોકાઈ જાય છે તેમજ વાહન વ્યવહારને મોટી અસર પહોંચે છે ત્યારે આ અનુસંધાને કોર્પોરેશન દ્વારા ફેરીયાઓને હટાવવાની કામગીરી કરવામાં આવી છે. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)