મુંબઈઃ જોખમી જર્જરિત ઈમારતમાં રહેતા રહેવાસીઓ…

મુંબઈમાં રેલવેની હાર્બર લાઈન પર અને ઈસ્ટર્ન એક્સપ્રેસ પાસે આવેલા ચુનાભટ્ટી ઉપનગરની ટાટા નગર સોસાયટીના અત્યંત બિસ્માર થઈ ગયેલા મકાનમાં રહેવાની 35 પરિવારોનાં 100થી વધારે લોકોને ફરજ પડી રહી છે. આ મકાન ગમે તે ઘડીએ પડી શકે એવી હાલતમાં છે. મકાનના રહેવાસીઓનો દાવો છે કે એમનો કેસ છેલ્લા અમુક વર્ષોથી હાઈકોર્ટમાં છે. બીજે ક્યાંય ભાડેથી રહેવા જવાનું એમને પરવડી શકે એમ નથી. (તસવીરોઃ દીપક ધુરી)