ફી મામલે રોષ યથાવત…

અમદાવાદઃ કેટલીક શાળાઓની ફી ખૂબ જ વધારે હોવા છતાં વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એડમિશન લઇ લેતા હોય છે. પરંતુ કેટલીક શાળાઓ બાળકોના પ્રવેશ પછી ઉત્તરોત્તર કોઇને કોઇ બહાને ફીમાં વધારો કરી દે છે. ગમે ત્યારે કરી દેવાતા ફીનો વધારો કેટલાક વાલીઓને આકરો લાગે છે. આ અસહ્ય લાગતો ફીનો વધારો સરકારને પણ માથાના દુખાવા સમાન સાબિત થયો છે. સરકારના હસ્તક્ષેપ પછી પણ કેટલીક શાળાઓ ટસની મસ થતી નથી. વાલીઓ પણ પોતાના મુદ્દાઓની રજુઆત કરતા રહે છે. ત્યારે આજે વહેલી સવારથી જ રાજ્યની કેટલીક શાળાઓ બહાર વાલીઓ ફરીથી એકઠા થઇ રજૂઆતો કરવા પહોંચી ગયા હતા. પાટનગર ગાંધીનગરમાં પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ઉગ્રતા જોવા મળી હતી. જ્યારે શહેરની નિકોલ-નરોડા પાસેની આર.પી.વસાણી શાળા બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઇ ગયા હતા.
( તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ )