એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા શિવસેનામાં…

મુંબઈ પોલીસના બાહોશ ભૂતપૂર્વ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રખ્યાત થયેલા પ્રદીપ શર્મા 13 સપ્ટેંબર, શુક્રવારે મુંબઈમાં શિવસેના પાર્ટીમાં સામેલ થયા. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે શર્માને હાથના કાંડા પર શિવબંધન બાંધીને અને ખભા પર કેસરી ધ્વજ આપીને એમને પક્ષમાં સામેલ કર્યા હતા. પ્રદીપ શર્મા એન્કાઉન્ટરમાં અનેક ગેંગસ્ટર, ત્રાસવાદીઓ અને કુખ્યાત ગુંડાઓને ઠાર કરવા માટે જાણીતા થયા છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]