બાળકોએ બનાવેલી વાનગી આરોગવાનો આનંદ

અમદાવાદઃ શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિ મુખ્ય હોય છે. શિક્ષણ સાથે બાળકો ને મોજ પડે, આનંદ આવે અને એમની આંતરિક શક્તિ ઓનો વિકાસ થાય એ માટે રમત ગમત ગીત સંગીત, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ નજારો ઉત્સાહ ઉમંગ જોઇ સૌ કોઈ દંગ રહી ગયા.

ઇનોવટીવ બાળકોના અવનવા પ્રયોગોનું આયોજન કરી સાયન્સ ફેર  શાળા-શહેર-રાજ્ય કક્ષા સુધી ઉજવવામાં આવે છે. અતિ આનંદ ઉલ્લાસ અને શિયાળામાં ખાણીપીણીની મોજમસ્તી માટે આનંદ મેળા કરવામાં આવે છે.

આ શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના અક્ષર વિદ્યાલયમાં એક વિશિષ્ટ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં બાળકોએ સેવ ખમણી, સમોસા, હાંડવો, ભેળ, થેપલા, ચણા જોર ગરમ, ખીચૂ , બટાટા પૌંઆ, ચાઇનીઝ સમોસા, બાસ્કેટ ચાટ , પાણી પૂરી, ઇડલી ચટણી , ખમણ, ઢોકળાં જેવી અનેક વાનગી બનાવી.