મતદારો મતદાન મથક સુધી પહોંચે એ માટે હોર્ડિંગ્સ

23 એપ્રિલ, 2019 મંગળવારે લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યના મતદારો મતદાન કરશે. આખાય ભારતમાં ચૂંટણી પ્રક્રિયા માટે જોરશોર થી તૈયારી ઓ ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી , ગુજરાત રાજ્ય દ્વારા પણ દરેક જીલ્લામાં મતદાન કરવા માટે વધુ વધુ લોકો મતદાન મથક સુધી પહોંચે એવા પ્રયાસો કરવાના શરુ કરી દીધા છે. ગુજરાતમાં મતદારોને જાગૃત કરવા માટે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને સ્ટેટ આઇકોન બનાવ્યા છે.

 

રેડિયો સિટીના આર જે હર્ષિલને રેડિયો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે, સાથે યુવાન યુવતીઓને અને વૃધ્ધોને મતદાન કરાવવા માટેના કેમ્પેઇનનો ભાગ બનાવ્યા છે. હોર્ડિંગ્સ તેમજ અન્ય માધ્યમો દ્વારા જેમ બને એમ મતદારો પોતાના વિસ્તારના મતદાન મથક પર જઇ 23 મી એપ્રિલે,  મતદાન કરે એવા સ્લોગનો મુકવામાં આવ્યા છે.

હોર્ડિંગ્સમાં મતદાન દેશ કા ત્યોહાર..તેમજ ઇલેક્શન કમિશને જુદા જુદા સિમ્બોલ મુક્યા છે. વટથી કરીશું મતદાન છે રગ રગમાં સંવિધાન….અમે યુવતીઓ બની સજાગ..દરેક ચૂંટણીમાં લઇશું ભાગ…વૃદ્ધ હો યા જવાન સૌ કરે મતદાન…રગ રગમાં લોકશાહી
રગરગમાં જવાબદારી અચૂક કરો મતદાન એ જ લોકશાહીનું સન્માન….મત માટે સમય કાઢીએ જવાબદારી કદી  ન ટાળીએ….જેવા અનેક સ્લોગનો વાળા પાટિયા માર્ગો પર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કલેક્ટર કચેરીની આસપાસના વિસ્તારમાં બેનર્સ-હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા છે.
તસવીર-અહેવાલ પ્રજ્ઞેશવ્યાસ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]