દેશભરનું ડીઝાઈનર્સ આર્ટ અને ન્યૂ કન્સેપ્ટ્સ

અમદાવાદઃ ડીઝાઈનના રસિયાઓને ઘેલું લગાડનાર ડીઝાઈન શો, ધ રો કોલોબરેટિવની બીજી આવૃત્તિનું 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર 2018 સુધી શહેરમાં આયોજન કરાયું છે. આમાં દેશભરમાં 60થી વધારે કલાકારો દ્વારા ફર્નિચર, લાઈટનિંગ, ટેક્સટાઈલ્સ, સિરામિકથી તૈયાર કરાયેલી પોતાની વિવિધ રચનાઓને રજૂ કરાઈ છે. શો ના પ્રથમ દિવસે પ્રતિષ્ઠિત ડિઝાઈનર્સ, આર્કિટેક્ટ્સ તથા કલાકારો વચ્ચે ડિઝાઈન, કલા તથા આર્કિટેક્ચરના વિવિધ પાસાઓ અંગે સંવાદ યોજાયો હતો.