108ના સ્ટાફે ડિલીવરી કરાવી…

બનાસકાંઠાના દાંતાના બેડા ગામે 108 સ્ટાફે જમીન પર ડિલિવરી કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રસૂતા મહિલાને પીડા ઉપાડતા ત્રણ કિલોમીટર ચાલીને આવ્યા હતા, 108ના સ્ટાફે રોડ પર ડિલિવરી કરાવી હતી. નોર્મલ ડિલિવરી બાદ મહિલા અને બાળકની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. બેડા ગામે જવાનો માર્ગ ના હોવાથી રોડ પર જ ડિલિવરી કરાવવી પડી હતી. ડુંગરાળ વિસ્તાર હોવાથી ગામમાં જવાનો માર્ગે ગાડી જઇ શકતી નથી, આથી 108ના સ્ટાફે સમયસુચકતા વાપરીને માતા અને બાળકના જીવ બચાવ્યા અને ગ્રામજનો 108ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. (તસ્વીર- ચિરાગ અગ્રવાલ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]