આપ દ્વારા ભાજપ નેતાઓને મારપીટ?

નવી દિલ્હી– રાજધાનીમાં સીલિંગનો મુદ્દો ખૂબ ગાજેલો છે. આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે જોરદાર વિવાદ છેડાયેલો છે. દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી, મીનાક્ષી લેખી, વીજેન્દર ગુપ્તા સમેત વીસેક નેતાઓ આજે સવારે દિલ્હી સીએમ કેજરીવાલના ઘેર સીલિંગ અટકાવવા મુદ્દે પહોંચ્યાં હતાં. જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. કેજરીવાલે ભાજપ નેતાઓને મીડિયા સામે ચર્ચા કરવાનું જણાવતાં ભાજપના નેતાઓ બેઠકનો ત્યાગ કરીને નીકળી ગયાં હોવાનો પ્રતિઆક્ષેપ કેડરીવાલે લગાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]