દિલ્હીમાં રેલવે કર્મચારીઓના દેખાવો

ઑલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશને આજે 13 માર્ચે નવી પેન્શન યોજનાને રદ કરીને ગેરંટેડ પેન્શન યોજના શરૂ કરવાની માગ સાથે સંસદભવનનો ઘેરાવ કર્યો હતો. ભારતભરમાંથી રેલવેના કર્મચારીઓ નવી દિલ્હીમાં અનેક માગોને લઈને દેખાવોમાં જોડાયાં હતાં. ન્યૂ પેન્શન યોજનાને રદ કરવી, રેલવે આવાસોની સ્થિતિ સુધારવી, કામ કરવાના કલાકોમાં ઘટાડો કરવો, રેલવેમાં 2.30 લાખ ખાલી જગ્યાઓ ભરવી, ફિટમેન્ટ ફોર્મ્યુલામાં સુધારો, રેલવેનું ખાનગીકરણ બંધ કરવું, વગેરે માગને લઈને રેલવે કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. રેલવે કર્મચારીઓએ રેલી કાઢીને જંતરમંતર પહોંચીને વિશાળ સભા કરી હતી.