સબમરીન INS ખંડેરીનો નૌકાદળમાં સમાવેશ…

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 28 સપ્ટેંબર, શનિવારે દક્ષિણ મુંબઈસ્થિત નેવલ ડોકયાર્ડ ખાતે 'સ્કોર્પીયન' શ્રેણીની સબમરીન 'INS ખંડેરી'ને ભારતીય નૌકાદળમાં સામેલ કરવાની વિધિ સંપન્ન કરી હતી. સબમરીનના ફ્લેગપોસ્ટ પર ભારતીય તિરંગો ફરકાવીને રાજનાથ સિંહે તેને નૌકાદળના કાફલામાં સામેલ કરી હતી. એ પ્રસંગે ભારતીય નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહ તથા નૌકાદળના અન્ય સિનિયર અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. દુશ્મનના ટાર્ગેટ પર ગૂપચૂપ પ્રહાર કરવાની આ સબમરીનમાં અચૂક ક્ષમતા છે.










રાજનાથ સિંહે આ મુલાકાત દરમિયાન ભારતના પ્રથમ P-17 શિવાલિક-વર્ગના યુદ્ધજહાજ નીલગીરીનું જલાવતરણ કર્યું હતું જેથી હવે એની વધુ અજમાયશો કરી શકાશે.