ચાંદખેડામાં દલિતોના સુત્રોચ્ચાર સાથે દેખાવો

અમદાવાદઃ દલિત સમુદાયનાં લોકો પર થતા અત્યાચારો રોકવા માટે ઘડાયેલા શેડ્યૂલ્ડ કાસ્ટ્સ એન્ડ ટ્રાઈબ્સ (પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ, 1989 (SC-ST) એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને કારણે કોર્ટ તથા કેન્દ્ર સરકાર બંને સામે દલિત સમાજ ભડક્યો છે. અનેક દલિત સંગઠનોએ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ‘ભારત બંધ’નું એલાન કર્યું છે. ત્યારે ભારત બંધના એલાનને લઈને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દલીત સમાજના કાર્યકર્તાઓએ ભેગા મળી રોડ પર બેનરો સાથે સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા છે. (તસવીર પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]