‘વાવાઝોડું બુલબુલ’ ત્રાટકતાં પશ્ચિમ બંગાળમાં જાનહાનિ…

ખતરનાક ચક્રવાતી 'વાવાઝોડું બુલબુલ' 10 નવેંબર, રવિવારે વહેલી સવારે ફૂંકાતા પશ્ચિમ બંગાળ રાજ્યમાં સમુદ્રકાંઠાના જિલ્લાઓમાં પારાવાર નુકસાન થયું છે. રાજ્યના વિવિધ ભાગોમાં ઓછામાં ઓછા 10 જણનાં મરણ નિપજ્યા છે અને 2.73 લાખ જેટલા પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 'વાવાઝોડું બુલબુલ' ત્રાટકતાં ખૂબ તેજ ગતિએ પવન ફૂંકાયો હતો અને અતિ ભારે વરસાદ પડ્યો હતો. કોલકાતા શહેર તેમજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણા તથા પૂર્વ મિદનાપોર જિલ્લાઓમાં સેંકડો ઝાડ ઉખડી ગયા છે અને વીજળીના તાર તૂટી ગયા છે. પરિણામે જનજીવન ખોરવાઈ ગયું છે.