તેંડુલકરનાં હસ્તે લોન્ચ કરાઈ નવી BMW X5 કાર…

દંતકથાસમાન ક્રિકેટર 'ભારત રત્ન' સચીન તેંડુલકરના હસ્તે 16 મે, ગુરુવારે મુંબઈના બાન્દ્રા (ઈસ્ટ) ઉપનગરમાં આવેલા બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ સ્થિત જિઓ ગાર્ડનમાં મિડિયાકર્મીઓ માટે આયોજિત ખાસ કાર્યક્રમમાં નવી BMW X5 કાર લોન્ચ કરવામાં આવી હતી. એ પ્રસંગે બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયાના પ્રેસિડન્ટ (કાર્યવાહક) ડો. હાન્સ-ક્રિશ્ચિયન બેર્ટલ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ચોથી પેઢીની BMWX5 કાર છે. તે 3.0 લીટર ડિઝલ અને 3.0 લીટર પેટ્રોલ, એમ બે વર્ઝનમાં ઉપલબ્ધ છે. BMW X5 ત્રણ વેરિઅન્ટમાં મળે છે. BMW X5 xDrive30d Sport કારની કિંમત રૂ. 72.90 લાખ છે. BMW X5 xDrive30d xLine કારની કિંમત રૂ. 82.40 લાખ છે. અને BMW X5 xDrive40i M Sport કારની કિંમત પણ રૂ. 82.40 લાખ છે. BMW X5 કારનું ઉત્પાદન ભારતમાં જ કરાશે અને તે બીએમડબલ્યુ ડીલરશિપમાં ઉપલબ્ધ છે. (તસવીરોઃ દીપક ધુરી)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]