રાજ્યના વિકાસમાં સહકાર ક્ષેત્રનો અગત્યનો ફાળોઃ મુખ્યપ્રધાન

મહેસાણાઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી દૂધસાગર ડેરીમાં આયોજિત સહકાર સપ્તાહ અને સ્નેહ મિલન અવસરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું છે કે વિના સહકાર નહી ઉદ્ધારની ભાવનાથી જ રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે સહકારના મૂળમાં વિશ્વાસ રહેલો છે. સહકારી પ્રવૃતિઓના પાયાના કાર્યકરોના આ વિશ્વાસ અને પરિશ્રમ થકી સહકારી માળખાનો વિકાસ થયો છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સહકાર ભારતીના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]