પાંચ રાજ્યો – મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આમાંથી છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે બહુમતી મેળવી લીધી છે અને છત્તીસગઢમાં એ સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો છે અને સત્તાની નિકટ છે. કોંગ્રેસના આ ઝળહળતા દેખાવને 11 ડિસેંબરે દેશના અનેક ભાગોમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ રસ્તાઓ પર ફટાકડા ફોડીને, એકબીજાં પર રંગ છાંટીને, નૃત્ય કરીને ઉજવ્યો હતો. ઉપરની તસવીર મુંબઈ નજીકના થાણે શહેરની છે.