વીજળીનો દુર્વ્યયને લઇ ડેશબોર્ડ બેઠક બોલાવતાં CM રુુપાણી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જે નગરોમાં દિવસ દરમિયાન પણ LED સ્ટ્રીટ લાઇટ ચાલુ રહી હતી તેની વિગતો સી.એમ. ડેશ-બોર્ડ પર રિફલેકટ થતાં નગરપાલિકા વાઇઝ રિવ્યુ કરીને પોતાની સંવેદનીશિલતા અને સી.એમ. ડેશ-બોર્ડની સાર્થકતાનો સૌને પરિચય કરાવ્યો હતો. તેમણે આવી નગરપાલિકાઓને સ્પષ્ટ સૂચના આપી કે લાઇટ-વિજળીનો બગાડ-દુર્વ્યય ચલાવી લેવાય નહી. મુખ્યપ્રધાને સી.એમ. ડેશ-બોર્ડ સીમક્ષા અંતર્ગત આજે અમૃત મિશન હેઠળની કામગીરીનો રિવ્યુ કર્યો હતો. તેમણે નગરોમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાકી કામગીરીની સમીક્ષા કરતાં કહ્યું કે દરેક નગરોમાં આવા એસ.ટી.પી. સાથે હવે રિસાયકલીંગ પ્લાન્ટનો પણ વિચાર જોડવો પડે.