ઘર-ઘર જલ સપનું ગુજરાત પાર પાડશે: CM રૂપાણી

રાજ્ય સરકારના પાણી પૂરવઠા વિભાગના વરિષ્ઠ ઇજનેરોની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આજે સમાપન થયું. સમાપન અવસરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતાં.

 

નલ સે જલનો સંકલ્પ પાર પાડવાના આયોજન સાથે પાણી પૂરવઠા વિભાગે એકશન પ્લાન બનાવી ચિંતન શિબિરથી કમર કસી છે તે માટે મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યાં હતાં.

મુખ્યપ્રધાને સ્પષ્ટપણે કહ્યું કે ગુજરાતે હવે વોટર ડેફિસીટ સ્ટેટની છાપ ભૂંસી નાંખી છે અને માત્ર નલ સે જલ નહીં પરંતુ રિસાયકલીંગ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, ડિસેલીનેશન પ્લાન્ટ જેવા અદ્યતન આયામોથી ગુજરાત પાણીદાર રાજ્ય બન્યું છે.

પાણી જ વિકાસનો મુખ્ય આધાર-પાણી માટે ચિંતન-મંથનની શિબિર ‘રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’

છેવાડાના માનવી સુધી શુધ્ધ પાણી પહોચાડવાના આયોજનો નાણાંના અભાવે અટકવા નહિ દેવાય: સીએમ રૂપાણી