મુંબઈમાં મહારાષ્ટ્રના CM ફડણવીસે ધ્વજવંદન કર્યું…

0
515
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 15 ઓગસ્ટ, ગુરુવારે દેશના 73મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે મુંબઈમાં રાજ્ય સરકારના મુખ્યાલય મંત્રાલયમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને એને સલામી આપી હતી. ફડણવીસે તે ઉપરાંત મુંબઈ હાઈકોર્ટ ખાતે અને પોતાના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે પણ ધ્વજવંદન કર્યું હતું, જે વખતે એમના પત્ની અમૃતા ફડણવીસ પણ ઉપસ્થિત હતાં. હાઈકોર્ટ ખાતેના કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નાન્દ્રાજોગ પણ ઉપસ્થિત રહ્યા હતા.