નાગરિકતા કાયદા સામે ઈશાન ભારતના રાજ્યોમાં હિંસક વિરોધ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ/એનડીએ સરકારે નાગરિકતા સુધારા ખરડાને સંસદમાં પાસ કરાવી દીધો છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ એની પર હસ્તાક્ષર કરીને એને મંજૂરી આપી દેતાં આ ખરડો હવે કાયદો બની ગયો છે, પરંતુ ઈશાન ભારતના રાજ્યોમાં, ખાસ કરીને આસામ, ત્રિપુરા, મેઘાલયમાં આ કાયદાની સામે ભારે વિરોધ થયો છે અને હિંસક બનાવો બન્યા છે. આસામમાં અનેક શહેરોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. 12 ડિસેંબર, ગુરુવારે કર્ફ્યૂ નિયમોનો ભંગ કરીને દેખાવો કરતા લોકો પર પોલીસે ગોળીબાર કરતાં 3 જણનાં મરણ નિપજ્યા હતા. ભાજપશાસિત આસામ, ત્રિપુરામાં અનેક શહેરોમાં માર્ગો પર દેખાવકારોએ ટાયરો સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.