સુરતીઓએ મેળવ્યું મ્યુચ્યુઅલ ફંડ અંગે માર્ગદર્શન…

‘ચિત્રલેખા’-‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ આયોજિત ઈન્વેસ્ટમેન્ટ માર્ગદર્શક સેમિનારનું 14 ડિસેંબર, શુક્રવારે સુરતમાં ફોર્ચ્યુન બેન્ક્વે એન્ડ કેટરર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં મૂડી રોકાણકારોએ ચંચળ શેરબજારની વધ-ઘટમાં રોકાણ ક્યાં કરવું? કઈ રીતે કરવું? આમાં મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે ઉપકારક બને એ વિશે નિષ્ણાતો પાસેથી કિંમતી માર્ગદર્શન મેળવ્યું હતું. આ પરિસંવાદમાં આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિમિટેડના વેસ્ટર્ન ઝોન હેડ મનીષ ઠક્કરે ‘આપણા નાણાકીય લક્ષ્ય પરિપૂર્ણ કરવામાં મ્યુચ્યુઅલ ફંડ ખરેખર મદદરૂપ થાય છે?’ વિષય પર પોતાનાં વિચારો રજૂ કર્યા હતા તો ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ ‘સરકારના નહીં, તમારા બજેટની તૈયારી કરો’ અને જાણીતા આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ ‘શેરબજાર તો આવું જ ચંચળ રહેશે. બોલો, તમે શું કરશો?’ વિષય પર પોતાનાં વિચારો રજૂ કર્યા હતા. મહેમાન વક્તા તરીકે રોહન મહેતાએ રોકાણકારોનું માર્ગદર્શન કર્યું હતું. જાણીતા યુવા સ્ટેન્ડઅપ કોમેડિયન સ્મિત પંડ્યાએ બચત-રોકાણ વિશે દર્શકો-રોકાણકારોનું મનોરંજન કર્યું હતું. ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ રોકાણકારો તથા નિષ્ણાત વક્તાઓનું સ્વાગત કર્યું હતું. જયેશ ચિતલિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

ગૌરવ મશરૂવાળા


ગૌરવ મશરૂવાળા


રોહન મહેતા


જયેશ ચિતલિયા


સ્મિત પંડ્યા


'ચિત્રલેખા' તંત્રી ભરત ઘેલાણી