દીકરીના વધામણાં

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજાત દીકરીઓ ને વાત્સલ્ય ભાવથી વધાવી ને પોતાની ભાવનાઓ આ રીતે વ્યક્ત કરી છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે દીકરીના જન્મ પ્રમાણ સામે જનજાગૃતિ કેળવાય અને દીકરીના જન્મ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતગર્ત મહિલા શક્તિને વધાવવા અને બિરદાવવા માટે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી. આ દિવસે ગુજરાતમાં જન્મ લેનારી પ્રત્યેક દીકરીને ‘નન્‍હી પરી અવતરણ’ તરીકે વધાવવામાં આવી રહી છે. આજે અવતરિત થનાર દીકરીઓના પરિવારજનોને એકતરફ લક્ષ્‍મીજી અને બીજી તરફ સરસ્વતી માતાની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો અર્પણ કરતાં સગૌરવ આનંદ અનુભવી રહ્યો છું. સાથો સાથ ગુલાબનું ફૂલ, મિઠાઇ અને મમતા કીટ અર્પણ કરીને દીકરીના જન્મને આવકાર આપવામાં આવી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]