મુખ્યપ્રધાન સોમનાથના દર્શને

સોમનાથઃ ત્રિવેણી સંગમ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. અહીં મુખ્યપ્રધાને કપર્દિ વિનાયકના દર્શન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર દ્વારા પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સોમનાથમાં નિજમંદિર ખાતે મુખ્યપ્રધાને મહાદેવની પૂજા અર્ચના કરી અભિષેક કર્યો હતો. તેમણે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]