મુંબઈમાં ખાનગી વિમાન દુર્ઘટના…

small chartered plane crashed Ghatkopar in north-east Mumbai on June 28, 2018.
મુંબઈમાં 28 જૂન, ગુરુવારે બપોરે લગભગ 1.10 વાગ્યાના સુમારે 12-સીટવાળું એક ખાનગી ચાર્ટર્ડ વિમાન (VT-UPZ) ઉત્તર-પૂર્વ ભાગના ઘાટકોપર (પશ્ચિમ) ઉપનગરમાં લાલબહાદુર શાસ્ત્રી માર્ગ પર સર્વોદય હોસ્પિટલ નજીક જીવદયા લેનમાં બાંધકામ હેઠળના એક મકાનના કમ્પાઉન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં પાંચ જણનાં મરણ નિપજ્યા છે અને બે જણ ઘાયલ થયા છે. માર્યા ગયેલાઓમાં બે પાઈલટ – કેપ્ટન મારિયા ઝુબેરી અને સહ-પાઈલટ કેપ્ટન પી.એસ. રાજપૂત તથા બે એરક્રાફ્ટ મેનટેનન્સ ટેક્નિશીયન – સુરભી ગુપ્તા અને મનીષ પાંડે અને ગોવિંદ પંડિત નામના રાહદારીનો સમાવેશ થાય છે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ધડાકો થયો હતો અને આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ થવાને કારણે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વિમાન મુંબઈસ્થિત કંપની યૂ.વાય. એવિએશન પ્રા.લિ.નું હતું અને ગુટકા ઉદ્યોગના મહારથી દિપક કોઠારીનું હતું. આ વિમાન મૂળ ઉત્તર પ્રદેશ સરકારનું હતું, પણ ઉક્ત કંપનીએ બે વર્ષ પહેલાં તે ખરીદી લીધું હતું. વિમાને જુહૂ એરપોર્ટ પરથી ટેક ઓફ્ફ કર્યા તરત જ ઘાટકોપરના મકાનમાં તૂટી પડ્યું હતું. અગ્નિશામક દળના જવાનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને 1.40 વાગ્યે આગને બુઝાવવામાં સફળ થયા હતા.

small chartered plane crashed Ghatkopar in north-east Mumbai on June 28, 2018.

small chartered plane crashed Ghatkopar in north-east Mumbai on June 28, 2018.

small chartered plane crashed Ghatkopar in north-east Mumbai on June 28, 2018.

small chartered plane crashed Ghatkopar in north-east Mumbai on June 28, 2018.

small chartered plane crashed Ghatkopar in north-east Mumbai on June 28, 2018.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]