ભાજપના સમર્થકોએ ઉજવ્યો મોદીનો જન્મદિવસ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેંબર, સોમવારે એમનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમના જન્મદિવસને દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓએ જુદી જુદી રીતે કેવી રીતે ઉજવ્યો એની તસવીરી ઝલક. ઉપરની તસવીરમાં, નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન શાળાનાં બાળકો 568 કિલોગ્રામ વજનના લાડુની પાસે પોઝ આપતાં ઊભા છે.

પટણામાં એનડીએના સમર્થકો પીએમ મોદીની એક છબી પર દૂધ રેડે છે.

નવી દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને મુખ્તાર અબ્બાસ નક્વીએ પીએમ મોદી વિશેના પુસ્તક ‘ધ મેકિંગ ઓફ અ લિજેન્ડ’નું વિમોચન કર્યું.

અગરતલા શહેરમાં ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેવે સ્વચ્છ ભારત ઝૂંબેશમાં ભાગ લીધો.

પટણામાં બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી તથા અન્ય નેતાઓએ કેક કાપી.

મિર્ઝાપુરમાં વિંધ્યવાસિની મંદિરમાં મોદીની છબી મૂકીને પ્રાર્થના કરતા ભાજપના કાર્યકર્તાઓ.

વારાણસીમાં વિરાટ કદનો લાડુ કાપીને મોદીનો જન્મદિવસ ઉજવતા ભાજપના સમર્થકો.

અમૃતસરમાં સ્વચ્છતા ઝુંબેશમાં સામેલ થયા છે ભાજપના કાર્યકર્તાઓ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]