શ્વાનના જન્મ દિવસની ભવ્ય ઉજવણી

અમદાવાદઃ સાન્તા માત્ર બાળકો માટે જ હોય તેવું નથી પરંતુ શહેરમાં સાન્તા કુતરાઓ માટે પણ હાજર હતો. 8 વર્ષની ઉંમરની સ્માર્ટ, સેન્સીટીવ અને આનંદિત લેબ્રાડોર જેનીએ તેનો જન્મ દિવસ માણસો અને ચોપગા મિત્રોની સાથે માણ્યો હતો. પાનામેક્સ ઈન્ફોટેક લિમિટેડના બંકિમ બ્રહ્મભટ્ટની પુત્રી પ્રિયંકા બ્રહ્મભટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં 40 જેટલા માણસો અને 20 કૂતરા હાજર રહ્યા હતા. પશ્ચિમની દુનિયામાં અલાયદી ડોગ પાર્ટીઓ યોજવાનો  જે ક્રેઝ ચાલ્યો છે તેના જેવી જ એક ઝલક આ બર્થ ડે પાર્ટીમાં જોવા મળી હતી. કૂતરાઓના ગમા-અણગમા બાબતોનું ઝીણવટભર્યું ધ્યાન રાખીને આ પાર્ટીમાં કૂતરાંઓને ગમતો આહાર, સુશોભન, રમતો અને ખાસ તૈયાર કરાયેલી મહેમાનોની યાદી હતી, કે જેથી તેમની માનીતી 8 વર્ષની જેનીને જન્મ દિવસનો જીવનભરનો યાદગાર અનુભવ મળી રહે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]