ન્યૂ યોર્કમાં બહુમાળી ઈમારતમાં આગ…

0
737
ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સ બરોના એક બહુમાળી એપાર્ટમેન્ટમાં 3 જાન્યુઆરી, બુધવારે ભીષણ આગ લાગી હતી. આગને કારણે એક ફાયરફાઈટર સહિત ડઝન જેટલા લોકો ઘાયલ થયા હતા. 1547 કોમનવેલ્થ એવેન્યૂમાં આવેલી ઈમારતમાં વહેલી સવારે 6 વાગ્યે આગ લાગી હતી અને બીજા માળ સુધી ફેલાઈ હતી. એને બુઝાવવા માટે 200 જેટલા ફાયરફાઈટરોએ મહેનત કરી હતી. આગનું કારણ તત્કાળ જાણી શકાયું નહોતું.