અમેરિકામાં વિમાન નદીમાં ઉતરી ગયું; પ્રવાસીઓ સુરક્ષિત…

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના જેક્સનવિલ શહેરમાં 3 મે, શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની ગઈ. માયામી એરની એક કમર્શિયલ ફ્લાઈટ પરનું, 143 પ્રવાસીઓ સાથેનું ક્યૂબાથી આવી પહોંચેલું એક બોઈંગ 737 વિમાન રાતે લગભગ 9.40 વાગ્યાના સુમારે NAS જેક્સ એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે રનવે પરથી સરકીને રનવેના છેડે આવેલી સેન્ટ જોન્સ નદીમાં ઉતરી ગયું હતું. સદ્દભાગ્યે વિમાન પાણીની સપાટી પર તરતું રહ્યું હતું અને ડૂબી ગયું નહોતું એટલે કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા થઈ નથી. બાજુમાં જ નૌકાદળનું મથક આવેલું છે. તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વિમાનમાંના તમામ પ્રવાસીઓને તરત જ ઉગારી લેવામાં આવ્યા હતા. વિમાનમાં 136 પ્રવાસઓ અને સાત ક્રૂ મેમ્બર્સ હતાં.