અમદાવાદમાં અમિત શાહનો રોડ શો

0
733

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી ગાંધીનગરથી લડવાના છે. ત્યારે આજે આજે તેઓ ગાંધીનગર ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. અમદાવાદમાં અમિત શાહનો 4 કિલોમીટર જેટલો લાંબો રોડ શો યોજાયો છે. અમિત શાહની સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, રાજનાથ સિંહ, રામવિલાસ પાસવાન સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. તો આ સાથે જ રેલી જે વિસ્તારમાંથી પસાર થઈ ત્યાં જનતાએ પણ આ રેલીને સારો પ્રતિસાદ આપતા અમિત શાહને આવકાર્યા હતા.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)